ભરૂચની સાયખા જીઆઇડીસીમાં બન્યો હતો બનાવ
સીનઝીલ કંપનીમાં કંપનીમાં થયો હતો બ્લાસ્ટ
5 કામદારોના નિપજ્યા હતા મોત
પરિવારજનોને સહાય ચૂકવાય
રૂ.50-50 લાખની સહાય
ભરૂચની સાયખા જીઆઇડીસીમાં આવેલ સીનઝીલ ફાર્મા કંપનીમાં થયેલ ગ્લાસના મામલામાં મૃત્યુ પામેલા બે કામદારોના પરિવારજનોને કંપની તરફથી રૂપિયા 50 50 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી
ભરૂચની સાયખા GIDC બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર આમોદ તાલુકાના બે યુવાનોના પરિવારજનોને કંપની દ્વારા ₹50-50 લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કુલ ₹1 કરોડની પ્રથમ તબક્કાની સહાય અર્પણ કરવામાં આવી હતી.આસનેરા ગામના જયદીપ પટેલ અને સરભાણ ગામના ભાવિક વસાવાના પરિવારજનોને આર્થિક સહાયના ચેક આપવામાં આવ્યા હતા. સેન્ઝિલ ફાર્માકેમ્પ કંપની દ્વારા પ્રથમ તબક્કામાં સહાય ચૂકવવામાં આવી છે,જ્યારે બાકીની રકમ આગામી તબક્કામાં ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી છે.બ્લાસ્ટની દુર્ઘટનામાં બે આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે સહાયની રકમથી પરિવારજનોને આર્થિક ટેકો મળશે.
