નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)એ જોલવા ગામે દરોડો પાડી 13 કિલો 400 ગ્રામ તરંગ વિજયાવટીની ગોળીઓ સહિત કુલ રૂ. 6.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીના માર્ગદર્શન હેઠળ ASI જયેન્દ્રસિંહ મહોબતસિંહને મળેલી બાતમીના આધારે પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ સામે આવેલી દેવ નારાયણ ટી કોર્નર દુકાનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન ગોવિંદ શંકર રેબારી (ઉં.વ. 27)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે રૂ. 6.70 લાખની ગોળીઓ અને રૂ. 25 હજારનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ કેસમાં દુધારામ નામનો અન્ય એક શખસ વોન્ટેડ છે. દહેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.