ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી
કસક ઘરડા ઘર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
60-70 વર્ષના વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
વૃદ્ધોની આરોગ્યલક્ષી વૃદ્ધિમાં સેવાઓ વિનામુલ્યે ઉપલબ્ધ
આરોગ્ય અધિકારીઓ અને સામાજિક કાર્યકરોની ઉપસ્થિતી
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘર ખાતે વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘર ઘરડા ઘર ખાતે 60થી 70 વર્ષની ઉંમરના વૃદ્ધો માટે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સામાજિક કાર્યકર મહેન્દ્ર કંસારા, સીનિયર એડવોકેટ અને રાધેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
તમામ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. જેનો લાભ આવનાર ભવિષ્યમાં વૃદ્ધોની આરોગ્યલક્ષી વૃદ્ધિમાં વિનામુલ્યે ઉપલબ્ધ રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરૂચ જીલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજનો અમૂલ્ય ફાળો નોંધનીય રહ્યો છે.
