અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ગાય અને ભેંસોને અડફેટે લીધી હતી. ટેન્કરની ટક્કર એટલી ગંભીર હતી કે ગાય અને ભેંસોનાં મોત નિપજ્યાં હતાં.

અકસ્માાત સર્જ્યા બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, જાગૃત નાગરિકોએ સતર્કતા દાખવી ટેન્કર ચાલકને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.