અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીની ઓળખ નરેન્દ્રભાઈ ચૈતરામ ગુપ્તા (ઉંમર 68 વર્ષ) તરીકે થઈ છે.
પકડાયેલો આરોપી નરેન્દ્રભાઈ ગુપ્તા હાલ સુરતના બમરોલી રોડ પર આવેલા ન્યૂ અલથાણ વિસ્તારમાં સ્વાગત હોમ્સ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઉધના વિસ્તારના જીવન જ્યોત નગરના રહેવાસી છે.આરોપીની ધરપકડ બાદ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
