ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાંટીપાડા ગામના નિશાળ ફળિયામાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા કુલ 1,858 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન સહિત રૂ. 3,16,574ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાંટીપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતો દીપકભાઈ ઇન્દુભાઈ વસાવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘર સહિત આસપાસનાં ઘરોમાં સંતાડી રાખીને છૂટક વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસે કાંટીપાડા ગામના નિશાળ ફળિયામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રીતેશભાઈ ભગુભાઈ વસાવાના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યાં હતાં. પોલીસે કુલ 1,858 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન, જેની કુલ કિંમત રૂ. 3,16,574 થાય છે, તે કબજે કર્યા હતા.આ કેસમાં દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખવાના આરોપસર દીપકભાઈ ઇન્દુભાઈ વસાવા તથા જેનાં ઘરેથી દારૂનો જથ્થો મળી આવ્યો તે રીતેશભાઈ ભગુભાઈ વસાવા, બંને રહે. કાંટીપાડા ગામ, નિશાળ ફળિયું, તા. નેત્રંગ, જી. ભરૂચ,ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગના કાંટીપાડામાંથી રૂ. 3.16 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 2 આરોપી વોન્ટેડ
