અંકલેશ્વરમાં કરાયુ આયોજન
શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન
શરદ પૂર્ણિમા નિમિત્તે આયોજન
ભવ્ય કીર્તનનું આયોજન કરાયું
ભાવિક ભક્તો રહ્યા ઉપસ્થિત
શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચ દ્વારા શરદ પૂર્ણિમાએ બાબા શ્યામ અને શ્રી બાલાજીના ભવ્ય કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચના તત્વાવધાન હેઠળ શરદ પૂર્ણિમાના પાવન અવસરે શ્રી બાલાજી મહારાજ અને બાબા શ્યામજીના ભવ્ય કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાબાનો ભવ્ય દરબાર, અલૌકિક શણગાર, અખંડ જ્યોત, છપ્પન ભોગ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા.
બાબાના દિવ્ય દરબાર અને મનમોહક શણગારે ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.આ પ્રસંગે સુરતના ભજન ગાયક રાકેશજી અગ્રવાલ અને અમદાવાદનાં જ્યોતિ શર્માએ ભક્તિરસથી તરબોળ ભજનોની પ્રસ્તુતિ કરી હતી.
ભજન-કીર્તનના માધ્યમથી ઉપસ્થિત ભક્તોએ બાબા શ્યામની ભક્તિનો આનંદ માણ્યો હતો,અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.શ્રી શ્યામ ધામ, અંબે એસ્ટેટ, એરપોર્ટની સામે, અંકલેશ્વર-ભરૂચ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું ધાર્મિક ભાવના અને ભક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ભક્તોએ બાબા શ્યામ અને શ્રી બાલાજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શ્રી શ્યામ ધામ, શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચના નંદકુમાર દહીમા,વિજય અગ્રવાલ,મયંક અગ્રવાલ,અજય અગ્રવાલ,આનંદ ગોયેલ, પ્રકાશ તાપરીયા સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
