અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

પતિએ પત્નીની કરી હતી હત્યા

આડા સંબંધની આશંકાએ હત્યા કરવામાં આવી

પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું 

અંકલેશ્વર જીઆઇડીસીમાં આડા સંબંધની આશંકાએ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કાન્હા રેસિડેન્સીમાં પત્નીની હત્યાની ચકચારી ઘટના સામે આવી હટીમ પત્નીના આડા સંબંધ હોવાની આશંકાને પગલે નેપાળી પતિ ટેક બહાદુર ચંદે તેની પત્નીની હત્યા કરી હતી.

ઘટનાની જાણ થતાં GIDC પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી હતી.રોજગારીની શોધમાં આ દંપતી એક સપ્તાહ પહેલાં જ પુણેથી અંકલેશ્વર આવ્યું હતું. અંકલેશ્વરમાં દંપતી તેના એક મિત્રના સિક્યુરિટી રૂમમાં રોકાયું હતું. આ દરમિયાન પત્નીના આડા સંબંધ હોવાની આશંકાને પગલે પતિએ તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.

ઘટનાની તપાસ દરમિયાન GIDC પોલીસે આરોપી ટેક બહાદુર ચંદની ધરપકડ કરી હતી. વધુ તપાસના ભાગરૂપે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.હાલમાં પોલીસ દ્વારા હત્યા પાછળનાં ચોક્કસ કારણો અને ઘટનાને લગતી અન્ય વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.