એકતાનગરમાં ભવ્ય પરેડને આખરી ઓપ 

રાષ્ટ્રીય એકતા દિવસ થનગનાટ

પીએમની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ઉજવણી થશે

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો દ્વારા ભવ્ય પરેડ યોજાશે 

ફાઇટ અગેઇન્સ્ટ થીમ પર નેશનલ બાઈક રેલી યોજાશે

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારતના અખંડિતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પૂરજોશમાં અંતિમ રિહર્સલ ચાલી રહ્યું છે.

ભારતના અખંડિતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પૂરજોશમાં અંતિમ રિહર્સલ ચાલી રહ્યું છે.

આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો જેવા કે CRPF, BSF, CISF, ITBP, SSB, આસામ રાઇફલ્સ, NSG અને NDRFના જવાનો પોતાના શિસ્તબદ્ધ કદમતાલ અને અદમ્ય સાહસનો પરચો આપી રહ્યા છે.

આ ઉજવણીમાં ‘વિવિધતામાં એકતા’ના પ્રતીક રૂપે દેશના તમામ ખૂણેથી આવેલી વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ જેમાં આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.જે ખભેખભા મિલાવીને માર્ચપાસ્ટ કરી રહી છે.

આ પરેડમાં ગાર્ડ ઓફ ઓનર, NCC કેડેટ્સ, સૂરીલા બેન્ડની દેશભક્તિપૂર્ણ ધૂનો તેમજ BSFની ચુસ્ત ડોગ સ્ક્વોડ અને જાંબાઝ મોટરસાઇકલ ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને, યુવાધનને નશામુક્તિનો મજબૂત સંદેશ આપવા માટે ‘Fight Against Drugs’ થીમ પર આધારિત નેશનલ મોટરસાઇકલ રેલી પણ યોજાશે.

એકતાનગર ખાતે ચાલી રહેલા આ અંતિમ રિહર્સલ મારફતે પરેડની સમયબદ્ધતા, શિસ્ત અને સંકલનને આખરી ઓપ આપી સરદાર સાહેબના ‘અખંડ ભારત’ના સંકલ્પને ઉજાગર કરવામાં આવી રહ્યો છે.