અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

ગડખોલ વિસ્તારમાં દોરડા

ફ્લેટમાં ચાલતુ હતું જુગાર ધામ

8 જુગારીઓની ધરપકડ

રૂ.77 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નિરવકુંજ સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાંથી પત્તા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વરના ગડખોલ સ્થિત નિરવકુંજ સોસાયટીના પ્લોટ નંબર-27માં આવેલા ફ્લેટના પ્રથમ માળે રૂમ નંબર-25 ખાતે કેટલાક ઈસમો એકત્રિત થઈ આર્થિક ફાયદા માટે પત્તા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની માહિતી સામે આવી હતી. આ દરમિયાન પોલીસે કાર્યવાહી કરી સ્થળ પરથી કુલ 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી અંગઝડતી દરમિયાન મળેલી રૂ. 24,000ની રોકડ રકમ, જુગારના દાવ પરની રૂ. 3,200ની રોકડ રકમ, 6 મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 50,500 હોવાનું જણાવાયું છે, તેમજ જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂ. 77,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઝડપાયેલા આરોપીઓ:-

1. અખિલેશ બેચન સાહાની, ઉંમર 38 વર્ષ

2. અક્ષય નિગમ તિવારી, ઉંમર 31 વર્ષ

3. મુકેશ સંગમ તિવારી, ઉંમર 33 વર્ષ

4. અભિનેશ રાજેન્દ્ર વિશ્વકર્મા, ઉંમર 29 વર્ષ

5. સંતોષ વિદેશી પ્રસાદ, ઉંમર 32 વર્ષ

6. રામકુમાર રામેશ્વર પંડિત, ઉંમર 48 વર્ષ

7. અખિલેશ સબાજીત વિશ્વકર્મા, ઉંમર 30 વર્ષ

8. છોટુ ફેકન સાહાની, ઉંમર 20 વર્ષ