ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

રાહતદરે ફટાકડા સ્ટોરનો પ્રારંભ

વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી દ્વારા પ્રારંભ

જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ રહ્યા ઉપસ્થિત

લોકોને સસ્તા ભાવે મળશે ફટાકડા

ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી દ્વારા રાહતદરે ફટાકડાના સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિમિટેડ દ્વારા રાહતદરે ફટાકડાના સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે.ભરૂચના મકતમપુર સ્થિત GEB ઓફિસ કમ્પાઉન્ડની બહાર શરૂ કરવામાં આવેલા આ સ્ટોરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફટાકડા વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મંડળી દ્વારા સતત ત્રીજા વર્ષે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. નહીં નફો, નહીં નુકસાનના ઉદ્દેશય સાથે શરૂ કરાયેલા આ સ્ટોરનો લાભ મંડળીના સભાસદો, DGVCL અને GETCOના કર્મચારીઓ સહિત ભરૂચ જિલ્લાના નાગરિકો મેળવી શકશે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, GETCO ભરૂચ ઝોનના એડિશનલ ચીફ એન્જિનિયર એ. એન. પટેલ, DGVCL/GETCOના અધિક્ષક ઇજનેર એચ. આર. મોદી, દર્શનાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંડળીના પ્રમુખ ચિરાગ શાહ અને કમિટી પરિવાર દ્વારા નગરજનોને રાહતદરે ફટાકડા ખરીદી દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવા અપીલ કરવામાં આવી છે.સાથે જ આ સેવાકીય કાર્યમાં સહયોગ આપનાર GETCO અને DGVCLના અધિકારીઓનો મંડળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.