પેમેન્ટની ઉઘરાણી સાથે જોડાયેલો મામલો સામે આવ્યો

વેપારી-વિવર્સ વચ્ચે પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવાદ

વેપારીએ નાણાં નહીં ચૂકવી વિવર્સ સાથે ગાળાગાળી કરી

રોષે ભરાયેલા વિવર્સોએ વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વેપારી વિરુદ્ધ કડક અને કાનૂની કાર્યવાહીની માંગ કરાય

સુરતમાં પેમેન્ટની ઉઘરાણી મામલે નિર્દોષ વિવર્સ સામે વેપારીએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સાથે વિવર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સુરત દેશના મોટા ટેક્સટાઇલ વેપાર કેન્દ્રોમાં સામેલ છે, અને શહેરમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ વ્યવસાય કરે છે, ત્યારે પેમેન્ટની ઉઘરાણી સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. મિલેનિયમ-2 માર્કેટના વેપારી અને વિવર્સ વચ્ચે પેમેન્ટની ઉઘરાણીને લઈને વિવાદ સર્જાયો છે. વિવર્સ દ્વારા છેલ્લા 200 દિવસથી વધુ સમયથી અટવાયેલા નાણાંની નિયમિત ઉઘરાણી કરવામાં આવી રહી હતી. વેપારીએ નાણાં ચુકવવાના બદલે વિવર્સ સાથે ગાળાગાળી કરી સમાજ વિશે અપમાનજનક શબ્દો કહ્યા હતા.

આ ઘટનાથી મોટી સંખ્યામાં રોષે ભરાયેલા વિવર્સ તાત્કાલિક વેપારીની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં સ્થિતિ વણસતાં સલાબતપુરા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાયા હતા, ત્યારે મોટી સંખ્યામાં વિવિધ વિવર્સોએ સચિન GIDC પોલીસ મથકે પહોચી વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી નિર્દોષ વિવર્સ સામે ખોટી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરતો હોવાથી સમગ્ર એસોસિએશન વિવર્સના સમર્થનમાં આવ્યું છે, ત્યારે તમામ વિવર્સોએ સંગઠિત થઈ બન્ને પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી વેપારી સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.