અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ડી.એ.આણંદપુરા વિચાર મંચ દ્વારા આયોજન

વ્યાખ્યાનનું આયોજન કરાયુ

ડૉ. સુદર્શન ઐયંગર ઉપસ્થિત રહ્યા

ઉદ્યોગ અગ્રણીઓએ આપી હાજરી

અંકલેશ્વરમાં ડી.એ.આણંદપુરા વિચાર મંચ દ્વારા ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામા આવ્યું હતું

અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત શ્રી ડી. એ. આનંદપુરા વિચાર મંચ દ્વારા સંસ્કારદીપ સ્કૂલ,  ખાતે ‘ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના પૂર્વ કુલપતિ ડૉ. સુદર્શન ઐયંગરે ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ડૉ. સુદર્શન ઐયંગરે ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક જવાબદારી, માનવીય મૂલ્યો અને સમાજ પ્રત્યેની ફરજો અંગે વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિકાસનો સાચો અર્થ માત્ર આર્થિક પ્રગતિ કે ઔદ્યોગિક વિસ્તરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.તેમણે સારા વિચારો, સદભાવના અને સામાજિક સહયોગને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો હતો. સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઈર્ષ્યા અને અદેખાઈથી દૂર રહી સારા કાર્યો કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાની ભાવના કેળવવી જોઈએ તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે નરેશ પુજારા, એન.કે.નાવડીયા, ડી.સી.સોલંકી સહિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ તથા નાગરિકોએ ડૉ. ઐયંગરના વિચારોને રસપૂર્વક સાંભળ્યા હતા.