ભરૂચના આમોદમાં યોજાયો કાર્યક્રમ

ડો.પ્રવીણ તોગડીયાનું કરાયુ સ્વાગત

હિન્દૂ સંગઠનો દ્વારા સ્વાગત કરાયુ

મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ ભરૂચના આમોદ અને ચકલાદ ગામની મુલાકાત લીધી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આમોદ અને ચકલાદ ગામની મુલાકાત લેતાં હિન્દુ સંગઠનના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંને સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ડૉ. પ્રવીણ તોગડિયાએ આમોદના તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ ચકલાદ ગામ પહોંચ્યા હતા. જ્યાં ડીજેના તાલે અને ઉત્સાહભેર વાતાવરણમાં તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.ચકલાદ ગામના મુખ્ય આયોજક સાગરસિંહ મફતસિંહ પઢિયાર દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ચકલાદ બસ સ્ટેન્ડ ખાતેથી બાઇક રેલી યોજીને ડૉ. તોગડિયાનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ચકલાદ સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને હિન્દુ સંગઠનના કાર્યકરો ઉમટી પડ્યા હતા. દરમિયાન ભરૂચની જુમ્મા મસ્જિદના વિવાદ અંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં ડૉ. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કોર્ટ નિર્ણય કરીને હિન્દુઓને ન્યાય આપશે. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.