સારંગપુરધામમાં ભક્તોનો સાગર છલકાયો

લાભ પાંચમ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી

શ્રી કષ્ટભંજનદેવને કરાયો વિશેષ શણગાર

દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

દિવ્ય શણગારના દર્શનનો લ્હાવો લેતા ભક્તો

બોટાદના સારંગપુરધામમાં કારતક સુદ પાંચમ એટલે કે ‘લાભ પાંચમ’ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ સંયોગ પર ભક્તિનો સાગર છલકાયો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.14-11-26, શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ઊનના પતંગિયા અને  સૂર્યમુખી આકારની ભાતવાળા સુંદર આકારવાળા વાઘા  તથા રિયલ ડાયમંડ મુગટથી શણગારવામાં આવ્યા હતો.તેમજ વિવિધ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.

વહેલી સવારે 5:30 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.સવારે 7 કલાકે વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી દ્વારા દિવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી.

કારતક સુદ પાંચમ એટલે કે ‘લાભ પાંચમ’ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ સંયોગ પર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આસ્થાના આ મહાસાગરમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.