ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

સ્ટેચ્યુ પાર્ક ખાતે આયોજન કરાયુ

ભગવાન બિરસા મૂંડાની જન્મજયંતિની ઉજવણી

પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભગવાન બિરસા મુંડાની  જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના મધ્યમાં આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી પૂર્વે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજ અને દેશ માટે તેમના અમૂલ્ય યોગદાન તથા સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ભરૂચ વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા માલાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, નિરલ પટેલ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.