ભરૂચના શુકલતીર્થ ગામે આયોજન
ભાતીગળ મેળાનું આયોજન
તંત્ર એક્શનમાં જોવા મળ્યું
રાઈડસનું કરાયુ ચેકીંગ
દુર્ઘટના ન સર્જાય એ માટે તકેદારી
ભરૂચના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી નિમિત્તે યોજનારા ભાતીગળ મેળાને લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે
ભરૂચ તાલુકાના પૌરાણિક શુક્લતીર્થ ગામ ખાતે દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી નિમિત્તે યોજાનારા ભાતીગળ મેળા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. મેળામાં આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર એમ.એન. માનાણી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈ રાઈડ્સનું નિરીક્ષણ કર્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઈડ્સ નીચે ફાઉન્ડેશન બનાવડાવી સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા રાઈડ્સની વ્યવસ્થા અને પ્રવાસીઓની સલામતી અંગે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વરસાદી માહોલને પગલે તંત્ર દ્વારા રાઈડ્સને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે આ વર્ષે મેળામાં રાઈડ્સ શરૂ થાય તે પહેલાં જ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.
