અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા
કાગડીવાડ વિસ્તારમાં દરોડા
કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
1 આરોપીની ધરપકડ
રૂ.4.20 લાખનો મુદામાલ જપ્ત
એન્કર
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરના કાગળીવાડ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે આ મામલામાં કાર સહિત રૂપિયા 4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં રહેતો સાલેર ઉર્ફે શાહરુખ સફીકભાઈ શેખ પોતાની સફેદ રંગની સ્કોડા ફેબિયા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પોતાના ઘર પાસે પાર્ક કરીને રાખ્યો છે.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે કાર નંબર GJ-16-AJ-7383 માં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂ.1 લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની 456 બોટલ કબ્જે કરી હતી. કાર સાથે રૂ.4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી સાલેર ઉર્ફે શાહરુખે જણાવ્યું હતું કે, તે અને તેનો ભાગીદાર તુફેલ સલીમ મલેક અંકલેશ્વરના ઉમરવાડા રોડ વિસ્તારમાં ગયા હતા. ત્યાં પાનોલી ખાતે રહેતા સકીલ નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે સાલેર ઉર્ફે શાહરુખ સફીકભાઈ શેખ (ઉ.વ. 31), રહે. કાગદીવાડ, અંકલેશ્વરની ધરપકડ કરી છે. જ્યારે તેનો ભાગીદાર તુફેલ સલીમ મલેક, રહે. કસ્બાતીવાડ, અંકલેશ્વર તથા પાનોલી ખાતે રહેતો સકીલ નામનો શખ્સ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
