ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરત શહેરમાં પધાર્યા
જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેવાદૂત અભિયાન
દક્ષિણ ઝોન કાર્ય શાળામાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરાય
ઝોનના સંગઠનના પ્રમુખો-પદાધિકારીઓની ઉપસ્થિતી
અભિયાન અંતર્ગત લોકપ્રશ્નો-વિકાસ કાર્યોની ચર્ચા કરાય
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત ખાતે ‘સેવાદૂત અભિયાન’ અંતર્ગત દક્ષિણ ઝોનની કાર્યશાળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ભાજપ દ્વારા આગામી તા. 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી ‘સેવાદૂત અભિયાન’ ચલાવવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના સેવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અભિયાન અંતર્ગત ભાજપના વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ સાંસદો સેવાદૂત બનીને લોકો સુધી પહોંચશે, ત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરતની મુલાકાત લીધી હતી. જગદીશ વિશ્વકર્માએ સેવાદૂત અભિયાન અંતર્ગત સુરત દક્ષિણ ઝોનની કાર્ય શાળામાં વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
આ અભિયાન અંતર્ગત ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરી તેમની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ઝોનના સંગઠન પ્રમુખો, આગેવાનો, પદાધિકારીઓ સહિત મોટી સંકયામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
