સુરેન્દ્રનગર LCB પોલીસે બાતમીના આધારે પાટડી તાલુકા માથી સાત દેશી હથિયારો સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. LCB પોલીસે દેશી હથીયાર બનાવનાર અને વેચનાર આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. હાલના કોરોના કાળના માહોલમાં સાત જેટલા દેશી હથિયારો સાથે પાંચ આરોપીઓ ઝડપાતા જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે….
સુરેન્દ્રનગરની LCB ટીમ પાટડી તાલુકાના ગેડીયા ગામ નજીક નર્મદા કેનાલ નજીક વોચમાં હતી. ત્યારે પ્રુર્વ બાતમીના આધારે બજાણા ગામમાં રહેતા આરોપી ઇદ્રીશખાન અનવરખાન મલેક , સરદારખાન અલીખાન મલેક ગેડીયા , મુજફરખાન સાંધાજી મલેકના કબ્જા માથી તેમજ દે ગામના આરોપી બીસ્મીલ્લાખાન નશીબખાન મલેક,મેરૂભાઇ ઉકાભાઇ વાણિયા એમ પાંચ આરોપીઓ પાસેથી દેશી બનાવટના 7 હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા..આરોપીઓની પુછપરછ કરતા આ દેશી હથિયારો સડલા ગામના ભીખાભાઇ ગાંડાભાઇ વાલ્મીકીએ બનાવી આપ્યા હોવાની કબુલાત આપી હતી..તેમજ બીજા હથિયારો આરોપી ધનજીભાઇ ઉકાભાઇ વાણીયાએ વેચાણ આપેલ હોવાની કબુલાત આપતા પોલીસે હથીયાર બનાવનાર ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આરોપીઓની આકરી પુછપરછ હાથ ધરી અને આ દેશી હથિયારો અગાઉ કેટલા બનાવ્યા છે. તેમજ અન્ય કેટલા આરોપીઓને બીજા હથિયારો વેચ્યા છે તેની તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓ બીજા ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ માટે રીમાન્ડની માગણી કરેલ છે. LCB પોલીસે હથિયારોના રેકેટનો પર્દાફાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે..આરોપીઓ પાસેથી કુલ સાત હથિયારો મળી આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
