વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપોર ખાતે આવેલી સ્‍વામી વિવેકાનંદ હાઇસ્‍કૂલના વિદ્યાર્થીઓને શ્રી કમલમ ટ્રસ્‍ટના સહયોગથી મળેલી નોટબુકનું વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે મંત્રીએ વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધે અને સફળતાના ઉચ્‍ચ શિખરો સર કરી શાળા તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્‍યક્ષ મુકેશ પટેલ, ઉમરગામ તાલુકા અગ્રણી દિલીપ ભંડારી, પ્રકાશ પટેલ, રામદાસ વરઠા સહિત જિલ્લા તાલુકા પંચાયતના સભ્‍યો તેમજ શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.