રાજયમાં આગામી વર્ષે થનારી વિધાનસભાની ચુંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીની સંગઠનલક્ષી બેઠક ગુરૂવારના રોજ રાજપુત છાત્રાલય ખાતે મળી હતી.

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં મળેલી સફળતા બાદ હવે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચુંટણીની જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં વિવિધ જિલ્લામાં સંગઠનને મજબુત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પક્ષને મજબૂત બાનાવી ઉમેદવારો અને કાર્યકરો સાથે સંકલન અને મિટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે.

ભરૂચ જિલ્લાની બેઠક રાજપુત છાત્રાલય ખાતે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાજેશ શર્મા, સંગઠન મંત્રી રામભાઇ ધડુક, સહ સંગઠન મંત્રી હરેશ જોગરાણા સહિત કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.