જંબુસર તાલુકાના વેડચ ગામે રસ્તામાં ચાલતી ગાયે ૪૨ વર્ષીય વ્યક્તિ પર હુમલો કરતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

જંબુસર તાલુકાના વેડચ ગામે અંબાજી માતાના મંદિર પાસે આવેલ વણકરવાસમાં રહેતા 42 વર્ષીય હરેશ પરમારઅને તેમની કાકી ધુરીબહેન પરમાર વેડચ ગામના ચમારીયા વગામાં ખેતરના પૈસા લેવા જઈ રહ્યા હતા તે વખતે વેડચ વણકરવાસ નજીક ગાયે હરેશ પરમાર પર હુમલો કર્યો હતો જેમાં તેઓને છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવાં આવી હતી. વેડચ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. આ તરફ ગાયને ગામમાં આવેલ મંદિર પરિષરમાં પૂરી દેવામાં આવી છે.