ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાના કોરોના પોઝિટિવ હોવાના કારણે મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ રમાઇ શકી નહોતી. તે સમયે એવુ જણાવવામાં આવ્યુ હતુ કે જો ટીમના બીજા પ્લેયર્સનો રિપોર્ટ નેગેટિવ આવે તો, આ મેચ બુધવારે રમાઇ શકે છે.
હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ભારતના 9 પ્લેયર્સ હાલ આઇસોલેશનમાં છે અને મેચમાં તેમનુ રમવુ શંકાસ્પદ છે. આઇસોલેટ થયેલા પ્લેયર્સમાં પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને કૃષ્ણપ્પા ગૌતમનો સમાવેશ થયેલો છે.
આવી સ્થિતિમાં ભારત માટે પ્લેઇંગ-11 બનાવવી મુશ્કેલ થઇ શકે છે. શ્રીલંકાની ટીમના પ્લેયર્સનો કોરોના રિપોર્ટ સાંજે 4 વાગ્યા સુધી આવે તેવી આશા છે. તે પછી જ મેચ રમાશે કે નહી તેનો નિર્ણય લેવામાં આવશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170