આજે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજે શિક્ષક દિવસને અવસરે સમગ્ર દેશ બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરે છે અન તેમના સન્માનમાં જ સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. આજ રોજ અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ 2021 યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત સી.એમ. વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરી બેન દવે હાજર રહ્યાં હતાં. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને સમ્માનિત કરવાના આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોએ સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવબ્રતે આજે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
