ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવા નિયાનો સાથે પરિપત્ર જાહેર

તા. 1 ઓગ્સ્ટથી કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે નિયમો

ફોન્ટ અને પેપર સાઇઝ સહિતના નિયમો અમલમાં મુકાયા

જિલ્લા ન્યાયાલય ખાતે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

એક દિવસ કામથી અળગા રહી વકીલોએ વિરોધ નોંધાવ્યો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ નવા ફોન્ટ વાપરવા સામે વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. 1 ઓગ્સ્ટથી કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ અને પેપર સાઇઝ સહિતના નવા નિયમો અમલમાં મુકાયા બાદ તેનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. નવા નિયમોના કારણે ખાસ કરીને નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોના રોજિંદા કામકાજમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

આરોપીની ગેરહાજરી જેવી તાત્કાલિક અરજીઓ કોર્ટરૂમમાં જ રજૂ કરવાની હોય છે. અત્યાર સુધી વકીલો અગાઉથી પ્રિન્ટ કરેલી અરજીઓમાં જરૂરી વિગતો હાથથી ભરી કોર્ટમાં રજૂ કરતા હતા. પરંતુ નવા નિયમોના કારણે તે વ્યવહારુ રહ્યું નથી. આ સાથે જ પોલીસ પેપર સહિતના અન્ય દસ્તાવેજો અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી, જેના કારણે વધુ મૂંઝવણ સર્જાઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વકીલો દ્વારા કામથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માગ કરી છે કે, અગાઉથી પ્રિન્ટ કરેલી અરજીઓમાં ખાલી જગ્યા રાખીને તેમાં હાથથી વિગતો ભરી રજૂ કરવાની છૂટ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.