પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદરે રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, કોંગ્રેસમાં મારું સતત અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસને મારા પર વિશ્વાસ નહતો રહ્યો. એક મહિનામાં ત્રણ વખત મને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો.
પરિણામે સવારથી જ મારું રાજીનામું આપવાનું નક્કી હતું. હવે કોંગ્રેસ ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170