ભાવનગરના નાના સુરકા ગામે મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પહોચેલા જીતુ વાઘાણીનું ગ્રામજનોએ જાજરમાન સ્વાગત કર્યું હતું.
કેબીનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું તેમના વતન ભાવનગરના નાના સુરકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પહોંચેલા જીતુ વાઘાણીનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. શણગારેલા બળદગાડામાં બેસાડીને ગામમાં ફેરવી ભવ્ય આવકાર અપાયો હતો. આ પ્રસંગે તેમની સાથે સંતો-મહંતો તેમજ ધારાસભ્ય કેશુ નાકરાણી પણ જોડાયા હતા. નાના સુરકા ખાતે પહોચતા ગ્રામજનોએ આવકાર્યા હતા. જીતુની સાથે ગીરીશ વાઘાણી, ધારાસભ્ય કેશુ નાકરાણી તેમજ સંતો-મહંતો જોડાયા હતા. ગ્રામજનો દ્વારા સત્કાર સમારંભ, ફૂલહાર-પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું. જેમાં ઉદ્યોગપતિઓ, જિલ્લાના અધિકારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા.
