જિલ્લામાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલ કેસો..
દેશમાં કોરોનાના ચિંતાજનક સ્તરે પહોંચેલા સંક્રમણથી ગભરાટ દેખાઈ રહ્યો છે. સતત વધતા કેસ ત્રીજી લહેર પીક ઉપર હોવાનો ઈશારો કરી રહી છે. જોકે કોરોનાના આ વેરિએન્ટની ગંભીર અસરો સામે આવી ન હોવાથી કંઈક અંશે હાશકારો પણ અનુભવાયો છે…
ભરૂચ જિલ્લામાં આજરોજ 408 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલ કેસનો આંક છે. આ અગાઉ બુધવારે ૩૦૦ અને મંગળવારે ૨૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બે દિવસથી સતત કેસમાં આ પેટર્નથી થતો વધારો ચિંતા સર્જી રહ્યો છે. બીજી તરફ આજે ૨૧૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્રીજી લહેરમાં કોરોનાના કારણે ૨ લોકોના મોત નિપજ્યા છે.
