એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન 7 રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક રાજકીય પક્ષની કુલ સંપત્તિ અનુક્રમે રૂ.6,988.57 કરોડ અને રૂ.2,129.38 કરોડ છે.રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપની હોવાનું કહેવાય છે. ભાજપ 4,847.78 કરોડની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે, જે કુલ 69.37% છે.ADR મુજબ એ પછી બહુજન સમાજ પાર્ટી આવે છે, જેણે રૂ. 698.33 કરોડ (9.99%)ની સંપત્તિ જાહેર કરી છે. ત્રીજા નંબર પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)એ રૂ. 588.16 કરોડ (8.42%)ની સંપત્તિ જાહેર કરી છે.

44 પ્રાદેશિક રાજકીય પક્ષમાંથી, ટોપ 10 રાજકીય પક્ષે નાણાકીય વર્ષ 2019-20 માટે તમામ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ સંપત્તિ રૂ.2,028.715 કરોડ અથવા 95.27%ની સંપત્તિ જાહેર કરી છે.પ્રાદેશિક પક્ષોમાં કોણ કેટલું સમૃદ્ધ છે સૌથી વધુ સંપત્તિ સમાજવાદી પાર્ટીએ રૂ. 563.47 કરોડ (26.46%) જાહેર કરી છે, ત્યાર બાદ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ રૂ. 301.47 કરોડ અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમએ 267.61 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.FDR હેઠળ રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપે રૂ. 3,253.00 કરોડ અને બસપાએ રૂ. 618.86 કરોડની સૌથી વધુ સંપત્તિ જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસે FDR હેઠળ નાણાકીય વર્ષ 2019-20 માટે 240.90 કરોડનો ઉલ્લેખ કર્યો છે.

પ્રાદેશિક પક્ષોમાં સપા (રૂ. 434.219 કરોડ), ટીઆરએસ (રૂ. 256.01 કરોડ), AIADMK (રૂ. 246.90 કરોડ), ડીએમકે (રૂ. 162.425 કરોડ), શિવસેના (રૂ. 148.46 કરોડ) અને બીજુ જનતા દળ એટલે કે બીજેડી (રૂ. 118.425 કરોડ) એ FDR હેઠળ સૌથી વધુ સંપત્તિ જાહેર કરી છે.7 રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક રાજકીય પક્ષ દ્વારા સમાન સમયગાળા માટે જાહેર કરાયેલી કુલ જવાબદારીઓ રૂ.134.93 કરોડ હતી. રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ જવાબદારીઓ 74.27 કરોડ, જ્યારે પ્રાદેશિક રાજકીય પક્ષોએ કુલ 60.66 કરોડની જવાબદારી જાહેર કરી છે.