ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બની ગયા છે. 22 મેના રોજ કેન વિલિયમસને સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તેની પાર્ટનર સારા રહીમે એક પુત્રને જન્મ આપ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

કેન વિલિયમસન જે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો હતો તે ટૂર્નામેન્ટ સમાપ્ત થાય તે પહેલા ઘરે પરત ફર્યો. બાળકની ડિલિવરી થવાને કારણે તે વહેલો પાછો ફર્યો હતો. જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી મેચમાં ભુવનેશ્વર કુમારે ટીમની કમાન સંભાળી હતી. કેન વિલિયમસને તેના ઈન્સ્ટાગ્રામ ફેમિલી સાથે તસવીર શેર કરી અને લખ્યું કે whanau લિટલ મેનનું સ્વાગત છે. કેન અને સારાહનું આ બીજું સંતાન છે આ પહેલા બંનેને મેગી નામની પુત્રી છે.