તેલંગાણાના આદિલાબાદની RIMS હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દાઝી જવાથી 2 નવજાત શિશુઓના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે જ વોર્ડમાં દાખલ અન્ય 20 શિશુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

ગત સોમવાર, 21 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 11:50 વાગ્યે તેલંગાણાના આદિલાબાદની આદિલાબાદની રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ-RIMS હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. RIMSમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સ્થળે હાજર ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વોર્ડમાં નવજાત શિશુઓ દાખલ હતા. જેમાંથી 20ને બચાવી લેવાયા હતા, જ્યારે 2 નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યા હતા.