ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ 27 મેની મોડી રાત્રે અમદાવાદમાં આવી ગયા છે. 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે. દ્વારિકાધીશ સમક્ષ શિષ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.ગૃહમંત્રી અમિત શાહનો દિવસનો ગુજરાત પ્રવાસ, મહાનુભાવોએ જામનગર એરપોર્ટ ખાતે કર્યું સ્વાગતભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે પહોચશે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.