રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. જ્યારે 159 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1261 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 399ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 192 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1261 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1255 દર્દીઓની હાલત સ્થિર છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 128 કેસ, સુરત શહેરમાં 27, વડોદરા શહેરમાં 22, ભાવનગર શહેરમાં 12, વલસાડમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 4-4, જામનગર શહેર, રાજકોટ શહેર અને વડોદરા જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે. તો ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આજે 18 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
