ભરૂચ જિલ્લામાં ચોંકાવનારા બનાવ

આમોદ બાદ વાલિયામાં બની ઘટના

ખુલ્લી ગટર બની જીવલેણ

ગટરમાં ખાબકતા 4 વર્ષની બાળકીનું મોત

ભરૂચના આમોદમાં 2 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત નિપજવાની ઘટના બાદ વાલીયા તાલુકાના મોદલીયા ગામમાં પણ ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષની બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે

ભરૂચના વાલીયા તાલુકાના મોદલીયા ગામના પીપળી ફળિયામાં રહેતી પુષ્પાબેન અશોકભાઈ વસાવાની 4 વર્ષની દીકરી આરોહી પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી.તે દરમિયાન ખુલ્લી ગટરમાં ઊધા માથે પડી ગઈ હતી. આ અંગેની જાણ માતાને થતા તેઓ તાત્કાલિક દોડી આવી બાળકીને બેભાન હાલતમાં પ્રથમ નેત્રંગ બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ગ્રામ પંચાયતની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે.ત્યારે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના

મછાસરા ગામે પણ ગતરાતે ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું ત્યારે મોતના મુખ સમાન સાબિત થઈ રહેલી ખુલ્લી ગટરો ક્યારે બંધ થાય છે એ જોવુ રહ્યું