અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જૈન દેરાસર ખાતેથી આયોજન
ભવ્ય શોભાયાત્રાનું આયોજન
પર્યુષણ પર્વ નિમિત્તે આયોજન કરાયું
મોટી સંખ્યામાં લોકો જોડાયા
અંકલેશ્વરના પંચાતી બજાર જૈન દેરાસર ખાતેથી જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે, ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ શાંતિનાથ જૈન દેરાસર ખાતે પરમ પવિત્ર આરાધનાના પર્વ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે પરંપરાગત રીતે વાજતે ગાજતે ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા પંચાતી બજાર જૈન દેરાસરથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
આ ભવ્યયાત્રામાં જૈન સમાજના દિલીપભાઈ ચોક્સી,જનક શાહ ,કમલેશ શાહ ,રાકેશ ચોક્સી સહીત મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ, બહેનો અને અગ્રણીઓ જોડાયા હતા.
