વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી

યુવાનો બાઈક લઈ રવાના થયા

પહેલા વડનગર ત્યારબાદ વારાણસી જશે

ભાજપ દ્વારા પ્રસ્થાન કરાવાયુ

વસાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વડનગર અને ત્યાર બાદ વારાણસી જનારા યુવા બાઈક યાત્રીઓએને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઇક યાત્રિકોને પ્રસ્થાન કરાવાયું હતું. ભરૂચથી વડનગર અને ત્યાંથી બાઇક લઈ વારાણસી જનારા બાઇક યાત્રીઓને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.

મહિલા આગેવાનો રચિતાબેન મોદી, ઊર્મિબેન વાનાની, પારુલબેન ધોરાવાલાએ કુમકુમ તિલક કરી તેમની યાત્રા શુભ રહે તેવા આશિષ પાઠવ્યા હતા. હાર પહેરાવી, મો મીઠું કરાવી ભારત માતાના જયઘોષ સાથે યુવા બાઇક યાત્રીઓ રવાના થયા હતા.