વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માનપુર ગામ ખાતે આવેલ અમિત પટેલના આંબાવાડીના ખેતરમાં 7 ફૂટ લાંબો મગર આવી ચડતા આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તેની જાણ અમિતભાઇને થતા તેઓ દ્વારા 24 કલાક કાર્યરત રહેતી કરજણ વનવિભાગની ટીમને જાણ કરવામાં આવતા રાઉન્ડ ફોરેસ્ટર RM વસાવા, શૈલેષભાઈ તથા મહેશભાઈ માનપુર ગામ ખાતે અમિતભાઈની આંબાવાડીના ખેતરમાં આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ ભારે જહેમત ઉઠાવી મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. મગર પાજરે પૂરતા ગામના ખેડૂત ભાઈઓએ હાશકારો અનુભવ્યો હતો અને કરજણ વનવિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.