ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ એક મોટી જીત મળવા જઈ રહી છે. ભારત ઇન્ડોનેશિયાને એન્ટી શિપ વેરિઅન્ટ બ્રહ્મોસ મિસાઇલ વેચવા જઇ રહ્યું છે. બંને દેશો વચ્ચે આ ડીલ આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની આયાત માટે ઈન્ડોનેશિયા સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારત અને રશિયાએ સંયુક્ત રીતે આ મિસાઈલ તૈયાર કરી છે.

જો કે આ ડીલ પર પહેલા હસ્તાક્ષર થઈ શક્યા હોત પરંતુ ઈન્ડોનેશિયાની આંતરિક બાબતોને કારણે આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેના પર હસ્તાક્ષર થવાની ધારણા છે. ઈન્ડોનેશિયા ભારતથી બ્રહ્મોસ મિસાઈલ આયાત કરનાર બીજો આસિયાન દેશ બનશે. આ પહેલા ભારત આ મિસાઈલ ફિલિપાઈન્સને વેચી ચૂક્યું છે.