ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની હદમાં આવેલ રાધેક્રિષ્ના સોસાયટીના સ્થાનિકો રોડ-રસ્તા અને ગટર તેમજ પાણીની સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકોએ બિલ્ડર તેમજ સોસાયટીના પ્રમુખને રજૂઆત કરી હતી. પરંતુ તેઓની રાજરમતમાં સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
હાલ ચોમાસાની સિઝનમાં રોડ રસ્તા પર કાદવ-કીચડમાંથી પસાર થતાં નાના બાળકો, મહિલાઓ સહિત વૃદ્ધોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે રાધેક્રિષ્ના સોસાયટીમાં ગટર અને પાણીની સુવિધા આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
