Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું, ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું.

CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાને 49 રનથી હરાવ્યું, ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર
X

IPL 2023ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 49 રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શિવમ દુબેએ 21 બોલમાં 50 રન અને ડેવોન કોનવેએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 186 રન બનાવી શકી હતી. જેસન રોયે 26 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આ સાથે જ રિંકુ સિંહે 33 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. 7 મેચમાં પાંચ જીત અને બે હાર સાથે તેના 10 પોઈન્ટ છે. આ સાથે જ કોલકાતાની ટીમના 7 મેચમાં બે જીત અને પાંચ હાર સાથે 4 પોઈન્ટ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.

Next Story