New Update
/connect-gujarat/media/post_banners/45964971d1fa0a38f86aafc1eec20c7cf42f92b491dcaefb992bdcd6e79e4eaa.webp)
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ કોનવેના સ્થાને ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કર્યો છે. કોનવે આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી.અંગૂઠાની ઈજાને કારણે કોનવે IPL 2024ના પહેલા ભાગમાં અનુપલબ્ધ હતો. ગયા મહિને તેના અંગૂઠા પર સર્જરી કરવામાં આવી હતી અને ત્યારથી તે રમતના મેદાનથી દૂર છે.CSKની આગામી મેચ આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાશે. CSK આ સિઝનમાં 6માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.