/connect-gujarat/media/post_banners/30b7fb6a67281d86747a4a29d5127a6b9e56cd2e4c797b3b3aab24fb08ed7f7a.webp)
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું. આ સાથે ગુજરાત આ સિઝનમાં 10 પોઈન્ટ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલે 56, ડેવિડ મિલરે 46 અને અભિનવ મનોહરે 42 રન બનાવ્યા હતા. અંતે રાહુલ તેવટિયાએ પાંચ બોલમાં 20 રન ફટકારીને ટીમનો સ્કોર છ વિકેટે 207 રન સુધી પહોંચાડ્યો હતો. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ બે વિકેટ ઝડપી હતી. ગ્રીન સિવાય બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી.
208 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ નવ વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. નેહલ વાઢેરાએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ગ્રીને 33 અને સૂર્યકુમારે 23 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી નૂર અહેમદે ત્રણ વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને મોહિત શર્માને બે-બે વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.