Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

GT vs RR : રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું, સેમસન અને હેટમાયરની ફટકારી અડધી સદી..!

રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા.

GT vs RR : રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું, સેમસન અને હેટમાયરની ફટકારી અડધી સદી..!
X

રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા. રાજસ્થાને રોમાંચક મેચમાં ગુજરાતને હરાવી ફાઇનલમાં પોતાની હારનો બદલો લીધો હતો. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેણે 32 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. શિમરોન હેટમાયરે 26 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. દેવદત્ત પડિકલે 25 બોલમાં 26 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે 10 બોલમાં 18 અને રવિચંદ્રન અશ્વિને 3 બોલમાં 10 રન ફટકારીને રાજસ્થાનને જીતની નજીક પહોંચાડ્યું હતું. રાજસ્થાનને જીતવા માટે છેલ્લી 3 ઓવરમાં 36 રન બનાવવાના હતા. હેટમાયર, જુરેલ અને અશ્વિને મળીને ટીમને જીત અપાવી હતી.

Next Story