Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPL 2023 : રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું, CSKએ પાંચમીવાર ટાઇટલ જીત્યું; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

IPL 2023 : રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યું, CSKએ પાંચમીવાર ટાઇટલ જીત્યું; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું
X

IPL 2023 મા એક પછી એક રોમાંચક મેચો બાદ આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે બળાબળના પરખા થયા હતા. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સએ જીત હાંસલ કરી ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.ચેન્નાઈ સુપરકિંગ્સની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડના રૂપમાં ખડી હતી. જેમાં ઋતુરાજ 26(16) બનાવી આઉટ થયો હતો. બાદમાં ચેનનાઈનીં ટીમ પુરી ખીલી હતી. જેમાં અંબાતી રાયડુએ મેચમાં જીવ પુરી દીધા હતા.

આઇપીએલ 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ છે. ફાઇનલમાં કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 214 રન કર્યાં હતા જેમાં સૌથી વધારે સાંઈ સુદર્શને 96 રન કર્યાં હતા. 215 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ ઓવરમા જ વરસાદ આવી જતા મેચ રોકી દેવાની નોબત આવી હતી. બાદમાં 12: 10 વાગ્યે મેચ શરૂ થઈ હતી. અગાઉ ગુજરાતે પહેલા 215 રનનો ટાર્ગેટ હતો. જોકે વરસાદને કારણે મેચ રોકવામાં આવતા મેચ 12:10 પર ફરી શરૂ થયો હતો. જે 15 ઓવરનો કરાયો હતો. જેમાં ચેન્નાઈને 171 રનો ટાર્ગેટ મળ્યો હતો.

Next Story