IPL 2023 : આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

New Update
IPL 2023 : આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

IPL 2023માં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે બંને ટીમો વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે.

આંકડા દર્શાવે છે કે રાજસ્થાન રોયલ્સ પર ચેન્નઈ સુપર કિંગ્સનો દબદબો છે. ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 15 મેચમાં હરાવ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 13 વખત જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ફોર્મને જોતા રાજસ્થાન રોયલ્સને તે હરાવી શકે છે.

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ જો આ વિકેટની વાત કરીએ તો તે બોલરોની સાથે સાથે બેટ્સમેન માટે પણ અનુકૂળ છે. અહીં બેટ્સમેન સરળતાથી રન બનાવે છે, જ્યારે બોલરોને સારી લાઇન અને લેન્થનો ફાયદો મળે છે. જો કે, આ પીચ પર રન બનાવવા માટે બેટ્સમેનોએ વિકેટ પર સમય પસાર કરવો પડશે. ઉપરાંત સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરની પીચ સ્પિનરોને મદદ કરે છે. આ સાથે સવાઈ માનસિંહ સ્ટેડિયમની બાઉન્ડ્રી પણ મોટી છે.

Read the Next Article

IPL Final 2024: કોલકાતાએ ત્રીજી વખત IPL ટાઇટલ જીત્યું, શાહરૂખ ખાન ખુશીથી જૂમી ઉઠ્યો

IPL 2024ની રમાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે IPL-2024નું ટાઇટલ જીતી લીધું છે.

New Update
IPL Final 2024: કોલકાતાએ ત્રીજી વખત IPL ટાઇટલ જીત્યું, શાહરૂખ ખાન ખુશીથી જૂમી ઉઠ્યો

IPL 2024ની રમાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે IPL-2024નું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાની ટીમ આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે. ટીમે 10 વર્ષ બાદ ફરીથી આ ખિતાબ જીત્યો છે. છેલ્લે કોલકાતા 2014માં ચેમ્પિયન બન્યું હતું. રવિવારે ચેપોક મેદાન પર હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ કોલકત્તા નાઈટ રાઇડર્સના બોલરો સામે હૈદરાબાદના બેટરો ઘૂટણીએ પડી ગયા હતા એન એક બાદ એક વિકેટ પડવા લાગી હતી ફાઇનલ મેચમાં હૈદરાબાદ કઈ ખાસ સ્કોર બનાવી ન શકી હતી અને 18.3 ઓવરમાં 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી વળતાં જવાબમાં કોલકાતાએ 114 રનનો ટાર્ગેટ આશાનીથી 10.3 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો હતો કોલકત્તા તરફથી સૌથી વધુ રન વેંકટેશ અય્યરે 26 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય બોલિંગમાં આન્દ્રે રસેલે 3 વિકેટ ઝડપી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાન પણ પરિવાર સાથે મેચ જોવા હાજર રહ્યા હતા તે સિવાઈ બોલિવૂડના અભિનેતા સહિત અભિનેત્રીઓ પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી..