Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

IPL: લખનઉ સુપર જાયન્ટસે CSKને હરાવ્યું, કે.એલ.રાહુલે 82 રનની ઇનિંગ રમી

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું.

IPL: લખનઉ સુપર જાયન્ટસે CSKને હરાવ્યું, કે.એલ.રાહુલે 82 રનની ઇનિંગ રમી
X

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં લખનઉની સતત બે હાર બાદ આ પ્રથમ જીત છે, જ્યારે ચેન્નઈ સતત બે મેચ જીત્યા બાદ હાર્યું છે.લખનઉમાં યજમાન ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનઉએ 177 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. નિકોલસ પૂરન 23 અને માર્કસ સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા.કેપ્ટન કેએલ રાહુલે 53 બોલમાં 82 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 134 રનની સદીની ભાગીદારી થઈ હતી. CSK તરફથી મુસ્તફિઝુર રહેમાનને એક વિકેટ મળી હતી.CSK માટે રવીન્દ્ર જાડેજાએ 40 બોલમાં 57 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે અજિંક્ય રહાણેએ 36 રનનું યોગદાન આપ્યું હતું. પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 9 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાને 2 વિકેટ મળી હતી. મોહસીન ખાન, યશ ઠાકુર અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.

Next Story