/connect-gujarat/media/post_banners/e7d9432afac7958ac5e485dc0566c00b41a3cbdf76bc6928b1173b3d9776a1df.webp)
કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું હતું. આ સાથે કોલકાતાની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ શાર્દુલ ઠાકુરના 68, રહેમાનુલ્લા ગુરબાજના 57 અને રિંકુ સિંહના 46 રનના કારણે 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં 123 રનમાં સમેટાઈ ગઈ હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન ફાફ ડુપ્લેસિસે સૌથી વધુ 23 રન બનાવ્યા.
કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 4, સુયશ શર્માએ 3 અને સુનીલ નારાયણે 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરને 1 વિકેટ મળી હતી. આ સાથે જ બેંગ્લોર તરફથી ડેવિડ વિલી અને કર્ણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, માઈકલ બ્રેસવેલ અને હર્ષલ પટેલને એક-એક વિકેટ મળી હતી.