Connect Gujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ

KKR vs SRH : હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું, હેરી બ્રુકે ફટકારી તેની પહેલી સદી..!

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું.

KKR vs SRH : હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું, હેરી બ્રુકે ફટકારી તેની પહેલી સદી..!
X

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 16મી સિઝનમાં ખરાબ શરૂઆત બાદ સતત બીજી જીત મેળવી છે. તેણે પંજાબ કિંગ્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું. હૈદરાબાદ અને કોલકાતાની ટીમો શુક્રવારે (14 એપ્રિલ) ઈડન ગાર્ડન્સ ખાતે સામસામે આવી હતી. આ મેચમાં યજમાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એડન માર્કરામની કેપ્ટન્સીમાં હૈદરાબાદે 23 રને જીત મેળવી હતી.

કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી.

કોલકાતાને છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી. રિંકુ સિંહ અને શાર્દુલ ઠાકુર ક્રિઝ પર હતા. રિંકુએ ગુજરાત સામે છેલ્લી ઓવરમાં 29 રનનો પીછો કર્યો હતો, પરંતુ આ વખતે ચમત્કાર થયો ન હતો. ઉમેશ યાદવ છેલ્લી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. જે બાદ માત્ર 8 રન જ બન્યા હતા. રિંકુએ સિક્સર ફટકારી પણ તે પૂરતું ન હતું.

સનરાઇઝર્સના હેરી બ્રુકે 56 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. IPLની 16મી સિઝનની આ પહેલી સદી છે. કેપ્ટન એડન માર્કરામે 26 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 17 બોલમાં 32 અને હેનરિક ક્લાસને 6 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી 9-9 રન બનાવીને આઉટ થયા હતા.

Next Story