LSG vs CSK : લખનૌમાં વરસાદને કારણે મેચ રદ, 19.2 ઓવર પછી રમત રમાઈ નહીં, બંને ટીમોને 1-1 પોઈન્ટ

લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

New Update
LSG vs CSK : લખનૌમાં વરસાદને કારણે મેચ રદ, 19.2 ઓવર પછી રમત રમાઈ નહીં, બંને ટીમોને 1-1 પોઈન્ટ

લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. વરસાદના કારણે મેચ બપોરે 3.30ને બદલે 3.45 કલાકે શરૂ થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ અડધી સદી ફટકારી હતી, પરંતુ વરસાદને કારણે લખનૌની ઈનિંગ પૂરી થઈ શકી નહોતી. આ પછી સતત વરસાદ પડ્યો અને અંતે અમ્પાયરોએ મેચ રદ્દ કરવી પડી.

આ મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા છે. હવે બંને ટીમના 10 મેચ બાદ 11 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા અને ચેન્નાઈની ટીમ ત્રીજા સ્થાને છે.